પેરૂમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, સંસદમાંથી સાંસદો દોડી બહાર નીકળ્યા

મધ્ય પેરૂમાં 129 કિ.મી. ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ; રાજધાની લીમા સુધી આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ

પેરૂમાં ફરી એકવાર શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધ્ય પેરૂમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 નોંધાઈ હતી. જર્મનીના રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ એન્ડીઝ વિસ્તારના જૂનિનમાં જમીનથી આશરે 129 કિલોમીટર ઊંડાઈએ હતું.

રાજધાની લીમામાં અફરાતફરી

ભૂકંપના આંચકા છેક રાજધાની લીમા સુધી અનુભવાયા હતા. અચાનક આવેલા આંચકાઓને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. શહેરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સંસદ ભવનમાંથી સાંસદો બહાર દોડી ગયા

ભૂકંપના જોરદાર આંચકાઓને કારણે પેરૂના સંસદ ભવન એટલે કે કોંગ્રેસ બિલ્ડિંગમાં પણ દોડધામ મચી હતી. સલામતીના ભાગરૂપે સાંસદો પણ સંસદની બહાર નીકળી ગયા હતા.

‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલું છે પેરૂ

ઉલ્લેખનીય છે કે પેરૂ પ્રશાંત મહાસાગરની આસપાસ આવેલા જ્વાળામુખી અને ભૂગર્ભીય ફોલ્ટ લાઈનના સક્રિય વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તાર ‘રિંગ ઓફ ફાયર’ તરીકે ઓળખાય છે. જેના કારણે પેરૂમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

Leave a Comment

और पढ़ें