DRIની કાર્યવાહીથી દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ; એરપોર્ટ કર્મચારી સહિત પાંચ શખ્સોની ધરપકડ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ કાર્યવાહી કરીને રૂ. 3.47 કરોડની કિંમતનું વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ ઉપરાંત રૂ. 1 કરોડનું કોકેઈન પણ ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે.
ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી તપાસમાં સોનાની દાણચોરી સાથે સંકળાયેલા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ મામલે એરપોર્ટ પર ફરજ બજાવતા એક કર્મચારીની સંડોવણી સામે આવતાં ચકચાર મચી છે.
પ્રાથમિક તપાસ મુજબ, વિદેશથી સોનું લઈને આવેલા બે મુસાફરો, એરપોર્ટનો એક કર્મચારી તથા સોનું સ્વીકારી આગળ પહોંચાડવાની જવાબદારી સંભાળતા અન્ય બે શખ્સો સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા સમગ્ર દાણચોરીના નેટવર્ક અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









