એક જ રાતમાં ચાર દેશોમાં ભૂકંપના આંચકાથી ફફડાટ

તિબેટમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ધરા ધ્રૂજી

તિબેટમાં 7ની તીવ્રતાના વિનાશક ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ છે. ભૂકંપના કારણે 16 લોકોનાં મોત અને 54 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 339થી વધુ મકાનો અને 20થી વધુ પશુશેડ ધરાશાયી થયા છે. ભૂસ્ખલનને કારણે માર્ગો બંધ કરવાની સાથે રેલવે વ્યવહાર પણ અટકાવાયો છે.

રાહત અને બચાવ કામગીરી માટે 1,600થી વધુ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરી રાહતસામગ્રી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વીજળી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ છે.

ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇવે-317નો એક મોટો હિસ્સો બંધ કરાયો છે. આગામી દિવસોમાં હિમવર્ષાની સંભાવનાને પગલે બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થવાની આશંકા છે. તિબેટ ઉપરાંત ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Leave a Comment

और पढ़ें