ધ્રોલમાં હરધ્રોલ હાઈસ્કૂલ નજીકથી કારમાં લઈ જવાતો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

1,068 બોટલ અને બિયરના ટીન સહિત રૂ. 6.06 લાખનો મુદ્દામાલ કબજે, કારચાલકની ધરપકડ

જામનગર જિલ્લાના ધ્રોલમાં હરધ્રોલ હાઈસ્કૂલ સામે પોલીસે વોચ ગોઠવી ઇનોવા કારમાંથી વિદેશી દારૂની 1,068 નાની-મોટી બોટલો અને બિયરના ટીન સહિત રૂ. 2.51 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર, મોબાઇલ ફોન અને દારૂ-બિયર સહિત કુલ રૂ. 6.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે જીજે-10-વાય-9410 નંબરની ઇનોવા કાર અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારમાંથી દારૂ-બિયરનો જથ્થો મળી આવતાં પોલીસે ચાલક પ્રેમભારથી ભીખુભારથી ગોસાઈ (ઉ.વ. 30, રહે. જામનગર)ની ધરપકડ કરી હતી.

આ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર જામનગરના જીતેન્દ્રભાઈ મનસુખભાઈ વિઠલાણી અને જથ્થો પૂરો પાડનાર સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાના જનકસિંહ કિરીટસિંહ ઝાલાને ફરાર દર્શાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें