દિલ્હીમાં પણ ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી: શાળાઓમાં રજા જાહેર

ખાલિસ્તાનના નામે ધમકીભર્યા સંદેશા મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક, તપાસ શરૂ

દિલ્હીમાં પણ બોમ્બની ધમકીઓનો મામલો સામે આવ્યો છે. ખાલિસ્તાનના નામે સરદાર પટેલ વિદ્યાલય, વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલ અને સલવાન પબ્લિક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં શાળા સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી.

ધમકીને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણેય શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ધમકીભર્યા સંદેશાઓની ખરાઈ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Leave a Comment

और पढ़ें