મધ્યપૂર્વમાં સંઘર્ષ વકરતાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 111 ડોલરને પાર

મધ્યપૂર્વમાં યુદ્ધજન્ય તણાવ અને એક પછી એક થઈ રહેલા હુમલાઓને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને પ્રતિ બેરલ 111.06 ડોલર થયો છે.

હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના એરપોર્ટ અને સાઉદી અરામકોનાં તેલક્ષેત્રો પર હુમલાના અહેવાલો વચ્ચે હોર્મુઝ વિસ્તારમાં કતારના ધ્વજવાળા ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો થયાની ઘટનાએ ચિંતા વધારી છે. પુરવઠો ખોરવાવાની આશંકાથી ક્રૂડતેલના બજારમાં અસ્થિરતા વધી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં આશરે બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI) ક્રૂડનો ભાવ વધીને પ્રતિ બેરલ 98.93 ડોલર અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ 111.06 ડોલર પર પહોંચ્યો હતો. મધ્યપૂર્વની સ્થિતિ અને તેલના પુરવઠા પર તેની અસર આગામી દિવસોમાં બજાર માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

Leave a Comment

और पढ़ें