નક્સલવાદ સામેની કામગીરીનો ઉલ્લેખ કરી PM મોદીએ અમિત શાહને જન્મદિનની શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય ગૃહમંત્રીની વહીવટી કુશળતાના કર્યા વખાણ; વિદેશમંત્રી એસ. જયશંકરે પણ પાઠવી શુભકામનાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી. શુભેચ્છા સંદેશમાં વડાપ્રધાને અમિત શાહની વહીવટી કુશળતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે.

વડાપ્રધાન મોદીએ ખાસ કરીને નક્સલવાદ સામેની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો અને દેશની સુરક્ષા માટે હાથ ધરવામાં આવેલી કામગીરીને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. આ ઉપરાંત વિદેશમંત્રી એસ. જયશંકરે પણ અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Comment

और पढ़ें