હરિદ્વાર કુંભ-2027ની તૈયારીઓ વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોમવારે કુંભના અધિકૃત લોગો, વેબસાઇટ અને ગીતનું લોકાર્પણ કર્યું. મેલા નિયંત્રણ ભવન (CCR) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આ ત્રણેય માધ્યમો દ્વારા કુંભની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને દેશ-વિદેશ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કુંભ-2027ના લોગોમાં મા ગંગા, હર કી પૌડી, ધનુષ પુલ, શિવ પ્રતિમા તેમજ મનસા દેવી અને ચંડી દેવીની પહાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ‘કુંભ કા પર્વ આ ગયા’ ગીત દ્વારા કુંભના આગમનનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ પહેલથી કુંભ મેળા અંગે જાગૃતિ વધારવા અને ભક્તોને આયોજન સાથે જોડવાનો હેતુ છે.









