શાઈ હોપની સદીથી વેસ્ટ ઈન્ડિઝનો ઐતિહાસિક વિજય: 250 રનનો લક્ષ્યાંક હાંસલ કરી ભારતને 6 વિકેટે હરાવ્યું ચિલીમાં ભારે વરસાદથી તારાજી: સાંતિયાગોમાં પૂરનાં પાણીમાં કારો તણાઈ, 6 લોકો ઈજાગ્રસ્ત મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો વિરોધ ઉગ્ર બન્યો: મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને પી. વિજયન સહિતના નેતાઓની અટકાયત દિલ્હી પોલીસની અનોખી કાર્યવાહી: અભિજીત દીપકની અટકાયત માટે વિમાનમાં મોકલી મહિલા પોલીસની ટીમ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ: ‘પરમાણુ હથિયારો ધમકી કે શાસન ચલાવવાનું સાધન નથી’ ₹10 લાખ સુધીના સેટલમેન્ટ કેસ માટે સેબીનો ફાસ્ટ-ટ્રેક રૂટ, નિયમો વધુ સરળ અને પારદર્શક બનશે

શાપરમાં ગેરેજની આડમાં વિદેશી દારૂનું વેચાણ ઝડપાયું: LCBના દરોડામાં બે આરોપી પકડાયા

144 બોટલ દારૂ અને મોબાઇલ સહિત રૂ. 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત; એક આરોપી સામે અગાઉ પણ બે પ્રોહિબિશનના ગુના નોંધાયા

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ SP વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ LCBની ટીમે શાપર-વેરાવળ ગામમાં આવેલા દાસારામ ઓટો ગેરેજમાં દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસને બાતમી મળી હતી કે શાપર ગામના ટીલાળા ગેટની અંદર આવેલા ગેરેજમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરવામાં આવે છે. આ માહિતીના આધારે LCBની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન મનીષ બળવંત સોદરવા (26) અને ભાર્ગવ રાજા પીપરોતર (21)ને ઝડપી લેવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસને વિદેશી દારૂની કુલ 144 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 60,144 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મનીષ સોદરવા સામે અગાઉ શાપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

રૂરલ LCBના PI જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહિલ સહિતના પોલીસ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દારૂના જથ્થા અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें