કાલથી બ્રિકસ સંમેલન : રવિવારે પ્રથમ ઓપન સેશન યોજાશે

બ્રિકસ શિખર સંમેલનને લઈને દિલ્હીમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના રાષ્ટ્રવડાઓનું આગમન શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમજ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.

આવતીકાલે બપોરે 2 વાગ્યાથી વૈશ્વિક નેતાઓ ભારત મંડપમ ખાતે પહોંચવાનું શરૂ કરશે. ત્યારબાદ બપોરે 2:35 કલાકે ક્લોઝ્ડ ડોર બેઠક યોજાશે, જેમાં સંમેલનના એજન્ડા અંગે ચર્ચા કરવામાં આવશે. સાંજે 4:25 કલાકે નેતાઓ ‘ભારત ઇનોવેટ્સ’ પ્રદર્શનની મુલાકાત લેશે અને 5:05 કલાકે ફોટો સેશન યોજાશે.

ત્યારબાદ સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાષ્ટ્રીય નેતાઓના સન્માનમાં ભોજન સમારંભ યોજશે.

રવિવારે સવારે 9:55 કલાકે બ્રિકસના રાષ્ટ્રવડાઓ ફરી ભારત મંડપમ ખાતે પહોંચશે. ફોટો સેશન બાદ સવારે 10:50 કલાકે બ્રિકસનું પ્રથમ ઓપન સેશન શરૂ થશે. સંમેલન દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્રવડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें