ભારત-અફઘાનિસ્તાન પ્રથમ T20I 13 સપ્ટેમ્બરે જ રમાશે : DDCAની સ્પષ્ટતા

બ્રિકસ સમિટને કારણે મેચ ખસેડવાની દિલ્હી ટ્રાફિક પોલીસની અપીલ : DDCAએ કહ્યું- શેડ્યૂલમાં કોઈ ફેરફાર નહીં

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ રમાશે. મેચને ફરીથી શેડ્યૂલ કરવાની ચર્ચા વચ્ચે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)એ સ્પષ્ટ કર્યું છે કે મેચ મુલતવી રાખવામાં આવશે નહીં.

દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે બ્રિકસ સમિટ યોજાવાની છે. સમિટને પગલે અનેક VVIP મહેમાનો દિલ્હીમાં હાજર રહેવાના હોવાથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે DDCAને પ્રથમ T20 મેચનું સમયપત્રક બદલવા અપીલ કરી હતી.

જોકે, DDCAએ ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ સ્પષ્ટ કર્યું છે કે મેચ દરમિયાન કોઈ વિક્ષેપ નહીં આવે. DDCAએ જણાવ્યું છે કે મેચ માટે જરૂરી તમામ સહયોગ અને વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી છે.

ભારત-અફઘાનિસ્તાન શ્રેણીની ત્રણેય T20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ મેચ 13 સપ્ટેમ્બર, બીજી 15 સપ્ટેમ્બર અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. એટલે કે સમગ્ર T20 શ્રેણી માત્ર પાંચ દિવસમાં પૂર્ણ થશે.

DDCAએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે 13 સપ્ટેમ્બરની પ્રથમ T20I મેચ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે અને મેચ મુલતવી રાખવામાં આવશે નહીં.

Leave a Comment

और पढ़ें