સ્વિટઝર્લેન્ડમાં ડચ પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકી : અનેકનાં મોત

ઢાળ પરથી પલટી ખાઈ સેફ્ટી બેરીયર સાથે અથડાઈ બસ : 48 મુસાફરો સવાર હતા

સ્વિટઝર્લેન્ડમાં ડચ પ્રવાસીઓને લઈ જતી ટુરિસ્ટ બસ ગંભીર અકસ્માતનો ભોગ બનતા અનેક લોકોનાં મોત થયા છે, જ્યારે કેટલાય પ્રવાસીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ગ્રૌબુંડેનથી દૂર પૂર્વી કેન્ટનમાં સ્થાનિક સમય મુજબ સાંજે આશરે 4:45 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. પ્રવાસીઓને લઈ જઈ રહેલી બસ અચાનક ઢાળ પરથી નીચે ખાબકી હતી અને પલટી ખાધા બાદ સેફ્ટી બેરીયર સાથે જોરદાર અથડાઈ હતી.

ડચ ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્સીઝના જણાવ્યા અનુસાર, બસ ટુર કંપની ઓડની હતી અને તેમાં કુલ 48 મુસાફરો સવાર હતા. બસમાં સવાર તમામ પ્રવાસીઓ નેધરલેન્ડના રહેવાસી હોવાનું જણાવાયું છે.

કેન્ટન પોલીસે જણાવ્યું હતું કે બસ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે અને અન્ય મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें