રશિયન મંત્રીની ડેશિંગ પર્સનાલિટી જોઈ પીયૂષ ગોયલ બોલ્યા : ‘બોલીવુડમાં હોવા જોઈએ’

મજાકિયા અંદાજમાં કહ્યું : તમે ખોટા પ્રોફેશનમાં છો!

નવી દિલ્હી : બ્રિકસ સંમેલનમાં ભાગ લેવા ભારત આવેલા રશિયાના વેપાર મંત્રી એન્ટોન અલીખાનોવની ડેશિંગ પર્સનાલિટીથી પ્રભાવિત થઈ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે તેમની સાથે હળવી-ફૂલકી વાતચીત કરી હતી. ગોયલે મજાકિયા અંદાજમાં રશિયન મંત્રીને કહ્યું હતું કે તેમની પર્સનાલિટી જોતા તેઓ ખોટા પ્રોફેશનમાં છે અને બોલીવુડમાં હોવા જોઈએ.

પીયૂષ ગોયલે રશિયન મંત્રીને ‘ડેશિંગ રશિયન મિનિસ્ટર’ તરીકે સંબોધતા કહ્યું કે તેમની પર્સનાલિટી ફિલ્મના હીરો જેવી છે અને તેઓ ખૂબ જલ્દી બોલીવુડમાં જોવા મળી શકે છે.

ગોયલે જણાવ્યું કે રશિયાની મુલાકાત દરમિયાન પણ તેમની એન્ટોન અલીખાનોવ સાથે મુલાકાત થઈ હતી. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હાલમાં આશરે 60 અબજ ડોલર છે અને તેને વધારીને 100 અબજ ડોલર સુધી પહોંચાડવા માટે બંને દેશોના પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

Leave a Comment

और पढ़ें