સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સુરેન્દ્રનગરથી ઝડપાઈ

ભાવનગરના વેપારીની બદનક્ષી અને ધમકીની ફરિયાદ બાદ પૂણા પોલીસે કરી કાર્યવાહી; ધરપકડ બાદ પણ આક્રમક નિવેદન

સુરેન્દ્રનગર: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની પૂણા પોલીસે સુરેન્દ્રનગરમાંથી ધરપકડ કરી છે. ભાવનગરના એક વેપારીએ બદનક્ષી અને ધમકી આપવાના આક્ષેપો સાથે નોંધાવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ કીર્તિ પટેલને કસ્ટડીમાં લઈ આગળની તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોને આધારે વિવિધ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.

ધરપકડ બાદ પણ કીર્તિ પટેલનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે “મારા પર કેસ કરનારને હું નહીં છોડું” એવું નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર મામલે જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें