તહેવારો પહેલાં ખાદ્ય તેલો પર આયાત જકાતમાં ઘટાડો, ભાવ ઘટવાની શક્યતા
નવી દિલ્હીઃ તહેવારોની સિઝન પહેલાં ખાદ્ય તેલના ભાવને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકારે આયાત જકાતમાં ઘટાડો જાહેર કર્યો છે. સરકારના નિર્ણયથી પામતેલ, સોયાબીન અને સનફ્લાવર તેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.
સરકારે ક્રુડ પામતેલ અને ક્રુડ સોયાબીન તેલની આયાત જકાત 10%થી ઘટાડીને 5% કરી છે. જ્યારે રીફાઇન્ડ પામતેલ અને રીફાઇન્ડ સોયાબીન તેલની જકાત 32.5%થી ઘટાડીને 27.5% કરવામાં આવી છે.
આ ઉપરાંત ક્રુડ સનફ્લાવર તેલ પરની જકાત 10%થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે, જ્યારે રીફાઇન્ડ સનફ્લાવર તેલ પરની જકાત 32.5%થી ઘટાડીને 22.5% કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી તહેવારો દરમિયાન ગ્રાહકોને ખાદ્ય તેલના ભાવમાં રાહત મળવાની આશા છે.
ये भी पढ़ें








