તુકારામ મુંઢેની FDAની કડક કાર્યવાહી મહારાષ્ટ્રમાં ખાદ્ય સંસ્થાઓ સામે તવાઈઃ 5 હોટેલ-રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ કેન્યામાં સફારી દરમિયાન ગમખ્વાર અકસ્માત પ્રવાસીઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશઃ પાયલોટ સહિત 7નાં મોત ઇમરાન ખાનના હોસ્પિટલ ટ્રાન્સફર મામલે પાકિસ્તાન સરકારને ઝટકો સુપ્રીમ કોર્ટના આદેશ સામેની રિવ્યુ અરજી સરકારે પાછી ખેંચી SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર 4થી વધુ કેશ ઉપાડવા પર ચાર્જઃ 1 ઓક્ટોબરથી ₹15 + GST વસૂલાશે અમેરિકાનું દેવું ઐતિહાસિક ટોચે ટ્રમ્પ-બાઇડનના કાર્યકાળમાં અમેરિકી દેવું બમણુંઃ પ્રથમવાર 40 ટ્રિલિયન ડોલરને પાર રાહુલ ગાંધીના નિવેદનથી રાજકીય ગરમાવો

મંત્રીઓની સોશિયલ મીડિયા સક્રિયતાનો રિપોર્ટ જાહેર

Instagram, X અને Facebook પર PM મોદી નંબર-1 : કેન્દ્રીય મંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીઓની સોશિયલ મીડિયા પરની કામગીરીનો વિશેષ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠક દરમિયાન આ રિપોર્ટ તમામ કેન્દ્રીય મંત્રીઓને વ્યક્તિગત રીતે સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આ રિપોર્ટ 1 મે 2026થી 15 ઓગસ્ટ 2026 સુધીના સાડા ત્રણ મહિનાના સમયગાળામાં મંત્રીઓની સોશિયલ મીડિયા સક્રિયતાના આધારે તૈયાર કરાયો છે. ઓવરઓલ સોશિયલ મીડિયા રેન્કિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે રહ્યા હોવાનું જણાવાયું છે.

કયા માપદંડોના આધારે રેન્કિંગ?

મંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન કરતી વખતે Instagram, X અને Facebook પરની દૈનિક સરેરાશ પોસ્ટ્સ, કુલ એંગેજમેન્ટ, પ્રતિ પોસ્ટ સરેરાશ એંગેજમેન્ટ, લાઈક્સ અને ફોલોઅર્સ જેવા વિવિધ માપદંડો ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

રિપોર્ટમાં માત્ર કેન્દ્રીય મંત્રીઓ જ નહીં, પરંતુ દેશના અન્ય ટોચના નેતાઓના સોશિયલ મીડિયા ટ્રેક્શનને પણ સામેલ કરવામાં આવ્યું છે. આથી મંત્રીઓને પોતાનું પ્રદર્શન અન્ય નેતાઓની સરખામણીમાં ચકાસવાની તક મળી છે.

જનતા સાથે સીધો સંવાદ વધારવા ભાર

કેન્દ્રીય મંત્રીઓને સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેવા અને સરકારની કામગીરી તથા યોજનાઓ અંગે જનતા સાથે અસરકારક સંવાદ વધારવા સૂચના આપવામાં આવી છે. સોશિયલ મીડિયા હવે જનસંપર્કનું મહત્વનું માધ્યમ બન્યું હોવાથી મંત્રીઓની ડિજિટલ હાજરીને પણ મહત્વ અપાઈ રહ્યું છે.

કેબિનેટ ફેરબદલ પહેલાં રિપોર્ટ ચર્ચામાં

મંત્રીઓની સોશિયલ મીડિયા કામગીરીનું આ મૂલ્યાંકન આગામી સમયમાં રાજકીય રીતે પણ મહત્વનું બની શકે છે. ખાસ કરીને આગામી કેબિનેટ ફેરબદલની ચર્ચા વચ્ચે આ રિપોર્ટને મંત્રીઓના ‘ડિજિટલ પરફોર્મન્સ કાર્ડ’ તરીકે જોવામાં આવી રહ્યો છે.

Leave a Comment

और पढ़ें