વડોદરામાં ગાંજા રેકેટ સામે પોલીસનો પ્રહાર: બે મહિલા સહિત ત્રણ આરોપી ઝડપાયા

સયાજીગંજ પોલીસે રેલવે સ્ટેશન નજીકથી 747 ગ્રામ ગાંજો જપ્ત કર્યો; સુરત કનેક્શન બહાર આવ્યું

વડોદરા: શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન સયાજીગંજ પોલીસે મોટી સફળતા મેળવી છે. રેલવે સ્ટેશન નજીક પાર્કિંગ વિસ્તારમાંથી 747 ગ્રામ ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. 23 હજારની કિંમતનો ગાંજો કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો સુરતથી મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવતાં સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય શખ્સો અને નેટવર્ક સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધારી રહી છે.

Leave a Comment

और पढ़ें