જોડિયાના ટીંબડી ગામે એલસીબીનો દરોડો: વાડીમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

154 બોટલ અને બિયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ; કચ્છના સપ્લાયરની શોધખોળ શરૂ

જામનગર: જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ બાતમીના આધારે જોડિયા તાલુકાના ટીંબડી ગામે દરોડો પાડી ગેરકાયદેસર દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાડીની ઓરડીમાંથી 154 બોટલ દારૂ અને બિયરના ટીન સાથે એક શખ્સની ધરપકડ કરી કુલ રૂ. 42 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે **અશોકસિંહ ટેમુભા જાડેજા (રહે. ટીંબડી, તા. જોડિયા)**ને સ્થળ પરથી ઝડપી લઈ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો કચ્છના રહેવાસી રામદેવસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ આધારે પોલીસે ફરાર સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર કાર્યવાહી LCB PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટિયા અને એલસીબીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment

और पढ़ें