કેનેડામાં દાવાનળનો કહેર: 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

બ્રિટિશ કોલંબિયામાં ઈમરજન્સી જાહેર; 9,500 હેક્ટરથી વધુ વિસ્તાર આગની ઝપેટમાં

બ્રિટિશ કોલંબિયા: કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં બાલ્ડ રેન્જના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આગ ઝડપથી ફેલાતાં પ્રશાસને ઈમરજન્સી જાહેર કરી 20 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે.

માત્ર એક રાતમાં આગનો વિસ્તાર બમણો થયો છે. ઓકાનાગન લેક, સમરલેન્ડ અને પીચલેન્ડ સહિતના વિસ્તારોમાં આગની ગંભીર અસર જોવા મળી રહી છે.

દાવાનળ અત્યાર સુધીમાં 9,500 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગયો છે. ભારે ધુમાડા અને ગરમી વચ્ચે રેસ્ક્યુ ટીમોએ અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

આગમાં અનેક મકાનો અને મોટા પાયે સંપત્તિ બળીને ખાખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફાયર વિભાગ અને બચાવ ટીમો આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

Leave a Comment

और पढ़ें