ગોંડલ પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ: રૂ.6.10 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસનો પીછો જોઈ બે બુટલેગર કાર મૂકી ફરાર, 672 બોટલ દારૂ કબજે

ગોંડલ: રૂરલ LCBએ બાતમીના આધારે ગોંડલ નજીક દારૂ ભરેલી બ્રેઝા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ કારચાલકે કાર ભગાવી હતી, પરંતુ પીછો થતાં સહારા પંપ નજીક કાર મૂકી બે શખ્સો ફરાર થઈ ગયા હતા.

કારની તલાશી દરમિયાન 672 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મુખ્ય આરોપી દેવાંગ રમણીક પરમાર સહિત બે શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.

Leave a Comment

और पढ़ें