તમક નાળામાં અચાનક પૂરથી 123 BRTFનો વૈલી બ્રિજ ધોવાયો; એક વ્યક્તિ અને વાહન તણાયા હોવાની આશંકા
ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ બાદ તમક નાળામાં અચાનક પૂર આવ્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહમાં 123 BRTF દ્વારા બનાવવામાં આવેલો લોખંડનો વૈલી બ્રિજ તણાઈ ગયો હતો.
બ્રિજ તણાઈ જતાં મલારી ગામથી આગળનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પૂરનાં પાણીમાં એક વ્યક્તિ અને એક વાહન તણાઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સાથે SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. હાલ તણાઈ ગયેલા વ્યક્તિ અને વાહનની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.








