ગોંડલ ચોકડી પાસે PCBની કાર્યવાહી: રૂ.1.60 લાખથી વધુનો વિદેશી દારૂ કબજે
રાજકોટ: ગોંડલ રોડ ચોકડી પાસે PCB પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છકડો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે કારના શો-રૂમ નજીકથી પસાર થઈ રહેલી GJ-03-BX-8866 નંબરની છકડો રિક્ષાને રોકી તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની 480 બોટલ મળી આવી હતી.
ये भी पढ़ें
પોલીસે કુલ રૂ.1,60,800ની કિંમતનો દારૂ કબજે કરી વસંત મનોજ માંગરોલીયા અને વિજય મનોજભાઈ માંગરોલીયા, બંને રહે. બુદ્ધનગર, મફતીયાપરા, ભૂમિ ગેટની અંદર, શાપર-વેરાવળ,ને ઝડપી લીધા હતા. બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
PCB PI એમ.આર. ગોંડલીયા, PSI પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, ASI મયુરભાઈ પાલરીયા સહિતના પોલીસ સ્ટાફે આ કાર્યવાહી કરી હતી.









