રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વના નિર્ણય : પેટ્રોલ પંપથી દર મહિને ₹40 લાખની બચત, ઓડિટોરિયમની દરખાસ્ત નામંજૂર

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ અને વહીવટને લગતી મહત્વની દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં કુલ 14 દરખાસ્તો રજૂ થઈ હતી, જેમાંથી એક દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે, જ્યારે એકને પેન્ડિંગ રાખવામાં આવી છે.

રેસકોર્સ ઓડિટોરિયમનું રિનોવેશન હાલ અટક્યું

રેસકોર્સ ખાતેના ઓડિટોરિયમના રિનોવેશન માટેની દરખાસ્તને કમિટીએ નામંજૂર કરી છે. હવે આગામી ચાર મહિના દરમિયાન PPP મોડલ હેઠળ ખાનગી એજન્સી મારફતે કામ કરાવવાની શક્યતા ચકાસવામાં આવશે. જો કોઈ એજન્સી કામગીરી માટે આગળ નહીં આવે તો દરખાસ્ત ફરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.

RMCને ઈંધણ ખર્ચમાં મોટો ફાયદો

મહાનગરપાલિકાના વાહનો માટે કન્ઝ્યુમર પંપને બદલે રીટેલ પેટ્રોલ પંપ શરૂ કરવાની દરખાસ્તને મંજૂરી મળી છે. આ નિર્ણયથી RMCને દર મહિને અંદાજે ₹40 લાખની બચત થવાનો અંદાજ છે.

સ્વચ્છતા રેન્કિંગ સુધારવા NIXIની મદદ

શહેરની સ્વચ્છતા અને કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવા માટે NIXI એજન્સીને કામગીરી સોંપવામાં આવશે. એજન્સી રાજકોટની સ્વચ્છતા, એર પોલ્યુશન, ડસ્ટ ફ્રી સિટી સહિતના વિવિધ 16 પોર્ટલ પર ડેટા સબમિટ કરશે.

આ ડેટાના આધારે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મેળવવામાં મદદ મળશે તેમજ રાજકોટના સ્વચ્છતા રેન્કિંગમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें