સાયબર ગુનાઓ સામે સરકારનો કડક નિર્ણય

9થી વધુ સિમ હશે તો તરત થશે ઓળખ, વધારાના નંબર થશે બંધ

સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી ઘટનાઓને રોકવા માટે સરકારે સિમ કાર્ડના નિયમો વધુ કડક બનાવ્યા છે. હવે ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) દ્વારા કોઈ વ્યક્તિના નામે મર્યાદા કરતાં વધુ મોબાઇલ કનેક્શન હોય તો તેની તાત્કાલિક ઓળખ થઈ શકશે.

હાલના નિયમ મુજબ એક વ્યક્તિ દેશભરમાં તમામ ટેલિકોમ કંપનીઓને મળીને વધુમાં વધુ 9 સિમ રાખી શકે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને પૂર્વોત્તરના લાઇસન્સવાળા વિસ્તારોમાં આ મર્યાદા 6 સિમની છે.

નવી વ્યવસ્થા હેઠળ તમામ ટેલિકોમ કંપનીઓનો ગ્રાહક ડેટા DIP પર એકત્ર થશે અને 23 ઓગસ્ટથી મર્યાદા પૂર્ણ કરનારા ગ્રાહકોની ઓળખ તથા ફોટા ઉપલબ્ધ કરાશે. મર્યાદા કરતાં વધુ સિમ ધરાવતા ગ્રાહકોએ વધારાના કનેક્શન બંધ કરાવવા પડશે.

30 નવેમ્બર સુધી રિયલ ટાઇમ વેરિફિકેશન

નવા નિયમો મુજબ સિમના બુકિંગ અને એક્ટિવેશન સમયે જ રિયલ ટાઇમ ચકાસણી કરવાની રહેશે. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સક્રિય કનેક્શન સસ્પેન્ડ કરવામાં આવશે અને વધારાના નંબર બંધ થયા બાદ જ તેને નિયમિત કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें