એસઆઈટીની ક્લીનચિટ બાદ ચંપત રાયનો પત્ર વાયરલ

9 પાનાના પત્રમાં રામ મંદિર ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થાને લઈને મોટા દાવા

રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનો 9 પાનાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પત્રમાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની કામગીરી, નાણાકીય વ્યવસ્થા, બેન્કિંગ સિસ્ટમ, ઓડિટ અને રામલલાના દર્શન અંગે મહત્વની વિગતો અને દાવા કરવામાં આવ્યા છે.

ચંપત રાયે દાવો કર્યો છે કે ટ્રસ્ટ તમામ સરકારી નિયમોનું પાલન કરે છે અને ક્યારેય આવકવેરાની ચોરી કરી નથી. GST, TDS, PF, ESI, લેબર સેસ અને સ્ટેમ્પ ડ્યૂટી સહિતના જરૂરી કર અને સરકારી ચુકવણીઓ નિયમિત કરવામાં આવતી હોવાનું પત્રમાં જણાવાયું છે.

પત્ર મુજબ ટ્રસ્ટના SBI, PNB અને Bank of Barodaમાં ખાતા છે અને આ ખાતા ચેકબુક વગરના છે. ટ્રસ્ટના તમામ નાણાકીય વ્યવહારો ઓનલાઈન કરવામાં આવે છે અને બેન્ક ખાતામાં રોકડ જમા કરવામાં આવતી નથી.

ટ્રસ્ટમાં આંતરિક અને વૈધાનિક ઓડિટની વ્યવસ્થા હોવાનું જણાવતા ચંપત રાયે નાણાકીય કામગીરીમાં નિયમો અને પ્રક્રિયાઓનું પાલન થતું હોવાનો દાવો કર્યો છે. સાથે જ દરરોજ આશરે 75 હજાર શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें