દિલ્હીમાં મેઘકહેર: 16 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો

જળબંબાકારથી જનજીવન ખોરવાયું, ટ્રાફિકજામ; મકાન-દિવાલ ધરાશાયીના 9 બનાવ

નવી દિલ્હી: દિલ્હીમાં ભારે વરસાદે સ્થિતિ ગંભીર બનાવી છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં 16 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

સફદરજંગમાં પ્રથમ સપ્તાહ દરમિયાન 127 મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 12 કલાકમાં જ 77.1 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ભારે વરસાદથી સેન્ટ્રલ અને સાઉથ દિલ્હીમાં સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ છે. મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિકજામ થયો હતો. મકાન અને દિવાલ ધરાશાયીના 9 બનાવો બન્યા છે, જ્યારે અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે.

પુષ્પવિહારમાં 6 ઇંચ, છતરપુરમાં સાડા 5 ઇંચ, પાલમમાં 88.7 મીમી, આયાનગરમાં 87.4 મીમી અને જનકપુરીમાં 72 મીમી વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદથી ગુડગાંવમાં પણ જળબંબાકાર સર્જાતા એક્સપ્રેસ-વે સહિતના માર્ગો પર વાહનો ફસાયા હતા.

Leave a Comment

और पढ़ें