ગુજરાતમાં ભેળસેળિયાઓ સામે મેગા દરોડા: 1,705 કિલો પનીર-ચીઝનો નાશ

842 પેઢીઓમાં ચેકિંગ, રૂ.5.28 લાખનો જથ્થો ઝડપાયો

ગાંધીનગર: ગુજરાતમાં ભેળસેળયુક્ત પનીર અને ચીઝ એનાલોગ સામે FDCAએ રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરી છે.

6 અને 7 ઓગસ્ટ દરમિયાન 842 પેઢીઓમાં ચકાસણી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન 1,705 કિલો ભેળસેળયુક્ત જથ્થો ઝડપાયો હતો, જેની અંદાજિત કિંમત રૂ.5.28 લાખ છે. સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.

સૌથી વધુ 585 કિલો જૂનાગઢ, 471 કિલો વડોદરા, 262 કિલો સુરત અને 115 કિલો રાજકોટમાંથી ઝડપાયું હતું.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું કે ભેળસેળિયાઓ સામે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્યવાહી કરશે. પનીર, ચીઝ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશે.

Leave a Comment

और पढ़ें