રશિયાની સંસદીય ચૂંટણીનું મોનિટરિંગ કરશે બિહારના ધારાસભ્ય સુજીત પાસવાન

બિહારના રાજનગર (મધુબની)ના ધારાસભ્ય અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાજ્ય અધ્યક્ષ સુજીત પાસવાનને રશિયાની સંસદીય ચૂંટણી માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રશિયન સંઘની સિવિક ચેમ્બર દ્વારા તેમને આ માટે સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

રશિયામાં 18થી 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન સ્ટેટ દુમા (સંસદ)ની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી દરમિયાન સુજીત પાસવાન મોસ્કો સ્થિત સિચ્યુએશનલ સેન્ટરમાં રહીને વિદેશી સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ તથા અન્ય આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો સાથે ચૂંટણી પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે.

સુજીત પાસવાને વ્યક્ત કરી ખુશી

આ જવાબદારી મળવા અંગે સુજીત પાસવાને જણાવ્યું કે આ માત્ર તેમનું વ્યક્તિગત સન્માન નથી, પરંતુ બિહાર અને મિથિલાના દરેક વ્યક્તિનું સન્માન છે. તેમણે આ જવાબદારી માટે રશિયન સિવિક ચેમ્બરની અધ્યક્ષ લિડિયા મિખિવા સહિત સંબંધિત સંસ્થાઓનો આભાર માન્યો છે.

તેમણે આ તક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડો. એસ. જયશંકર પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Comment