છત્તીસગઢમાં એન્ટી-કન્વર્ઝન કાયદો લાગુ: ધર્મ પરિવર્તન પહેલાં 60 દિવસની નોટિસ

ધર્મગુરુઓએ પણ અગાઉથી જાણ કરવી પડશે; બળજબરી-લાલચથી ધર્માંતરણ પર કડક કાર્યવાહી

રાયપુર: છત્તીસગઢ સરકારે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2026ને સત્તાવાર રીતે લાગુ કરી દીધો છે. નવા કાયદા મુજબ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છતી વ્યક્તિએ 60 દિવસ પહેલાં જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવી પડશે.

નવા નિયમો હેઠળ ધર્મ પરિવર્તન કરાવનાર ધર્મગુરુ અથવા સંબંધિત વ્યક્તિએ પણ અગાઉથી સક્ષમ અધિકારીને માહિતી આપવી પડશે. પ્રસ્તાવિત ધર્મ પરિવર્તનની જાહેર સૂચના આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

સરકારના જણાવ્યા મુજબ, કાયદાનો હેતુ જબરદસ્તી, છેતરપિંડી, દબાણ અથવા પ્રલોભન દ્વારા થતા ગેરકાયદેસર ધર્મ પરિવર્તનને રોકવાનો છે.

આ કાયદો લગ્ન સાથે જોડાયેલા ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં પણ લાગુ પડશે. નિયમોનું ઉલ્લંઘન થાય તો તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અધિનિયમની અધિસૂચના 4 ઓગસ્ટ, 2026ના રોજ સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ કાયદો અમલમાં આવ્યો છે.

Leave a Comment

और पढ़ें