કેમિસ્ટ્રી પ્રોફેસર પર લીકનો આરોપ; મોબાઈલમાંથી પ્રશ્નપત્રના 9 ફોટો મળ્યા
નવી દિલ્હી: NEET-UG પેપર લીક કેસમાં CBIને મહત્વની કડીઓ મળી છે. WhatsApp મેસેજ, Mygate ઍપના લોગ્સ અને મોબાઈલ લોકેશનની તપાસ બાદ કેમિસ્ટ્રી પ્રોફેસર પી.વી. કુલકર્ણી સુધી તપાસ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
CBI મુજબ, એક વાલી દ્વારા ઘડિયાળ ભેટ આપવા માટે સરનામું માંગતો WhatsApp મેસેજ મળ્યા બાદ પ્રોફેસર પર શંકા ગઈ હતી. ત્યારબાદ Mygateના લોગ્સથી પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ તેમના ફ્લેટમાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
તપાસ દરમિયાન પ્રોફેસરના મોબાઈલમાંથી લીક થયેલા પ્રશ્નપત્ર અને આન્સર કીના 9 ફોટોગ્રાફ્સ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.
ફિઝિક્સનું પેપર લીક કરવાના આરોપમાં મનીષા હવાલદારનું નામ પણ સામે આવ્યું છે. તપાસમાં રાજસ્થાનના ઝુનઝુનુ અને લાતુર સાથે જોડાયેલી પેપર લીકની કડીઓ પણ મળી હોવાનું જણાવાયું છે.
CBI હવે સમગ્ર પેપર લીક નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે વધુ તપાસ કરી રહી છે.








