પાંડેસરા હત્યા કેસનો ફરાર આરોપી 18 વર્ષ બાદ ઝડપાયો

સુરત: પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2008માં શંકર દાદા નામના યુવકની હત્યા કેસમાં ફરાર આરોપી રાકેશ ઉર્ફે જાલીમસિંહને સુરત ક્રાઇમ બ્રાન્ચે નાગપુરમાંથી ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી પોલીસથી બચવા માટે નાગપુરમાં પુણીપુરી વેચીને ગુજરાન ચલાવતો હતો.

ગુપ્ત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સફળ ઓપરેશન હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. હાલ તેને સુરત લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें