ગ્લાસગોની રેસ્ટોરાંમાં ભારતનો ખોટો નકશો: બોક્સર લવલીના બોરગોહેને નોંધાવ્યો વિરોધ

કોમનવેલ્થ ગેમ્સ બાદ ડિનર દરમિયાન વિવાદ; નેપકિન પર નોર્થ ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીરના ખોટા નકશા સામે ભારતીય ટીમનો કડક વાંધો

ગ્લાસગો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ઐતિહાસિક સફળતા બાદ ભારતીય બોક્સિંગ ટીમ ગ્લાસગોની એક ભારતીય રેસ્ટોરાંમાં ડિનર માટે પહોંચી હતી, જ્યાં નેપકિન પર ભારતનો ખોટો નકશો છપાયેલો જોવા મળતા વિવાદ સર્જાયો હતો.

આ ઘટના ગ્લાસગોની લોકપ્રિય ‘મિસ્ટર સિંગ્સ ઈન્ડિયા’ રેસ્ટોરાંમાં બની હતી. ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેનએ સૌથી પહેલાં ધ્યાન દોર્યું કે નેપકિન પર દર્શાવાયેલા ભારતના નકશામાં ઉત્તર-પૂર્વ ભારતનો વિસ્તાર ગાયબ હતો.

લવલીનાએ આ બાબતે તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ અજય સિંહે પણ ખેલાડીઓના વિરોધને સમર્થન આપતાં જણાવ્યું કે નકશામાં જમ્મુ-કાશ્મીર પણ ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું.

અજય સિંહે રેસ્ટોરાંના સંચાલકોને તાત્કાલિક આવા નેપકિન હટાવી ભારતનો સચોટ અને અધિકૃત નકશો ઉપયોગમાં લેવા જણાવ્યું હતું. ઘટનાને લઈને ભારતીય ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.

Leave a Comment

और पढ़ें