કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા: લશ્કરનો કમાન્ડર લતીફ ભટ સહિત બે આતંકીનો ખાતમો

કુલગામમાં બાતમીના આધારે ઘેરાબંધી કરી એન્કાઉન્ટર; મોટરસાઇકલ પર આવેલા આતંકીઓએ ગોળીબાર કરતાં સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. ઠાર થયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર લતીફ ભટ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. બંને આતંકીઓની હાજરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરક્ષાદળોએ આયોજનબદ્ધ રીતે ઓપરેશન હાથ ધર્યું હતું.

મોટરસાઇકલ પર આવતા જ સુરક્ષાદળોએ રોક્યા

મળેલી બાતમી મુજબ, લતીફ ભટ અને તેનો એક સાથી ખાનગી મોટરસાઇકલ પર નિર્ધારિત વિસ્તારમાંથી પસાર થવાના હતા. આ માહિતીને આધારે સુરક્ષાદળોએ અગાઉથી જ ઘેરાબંધી કરીને બંનેની રાહ જોઈ હતી. બંને મોટરસાઇકલ પર પહોંચતાં જ જવાનોએ તેમને પડકાર્યા હતા.

આતંકીઓએ ઈમારતની આડમાં છુપાઈ ગોળીબાર કર્યો

સુરક્ષાદળોના પડકાર બાદ બંને આતંકીઓએ નજીકની ઈમારતની આડમાં આશરો લઈને જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોએ જવાબી ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં બંને આતંકીઓ ઠાર થયા હતા.

શ્રમિકોની હત્યાની ઘટનાઓમાં પણ નામ

અહેવાલો અનુસાર, લતીફ ભટ અને તેનો સાથી કાશ્મીરમાં બિહારી શ્રમિકોની હત્યા સહિતની આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલા હતા. કુલગામમાં હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનને આતંકવાદીઓ સામેની સુરક્ષાદળોની કાર્યવાહી તરીકે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

और पढ़ें