વડોદરાના કરચીયા ગામમાં આધેડ હત્યા કેસનો ભેદ ઉકેલાયો

બકરાં લૂંટવાના ઈરાદે સગીરે કરી હત્યા; લૂંટેલા પૈસાથી કપડાં-બૂટ ખરીદ્યા

વડોદરા: વડોદરાના કરચીયા ગામમાં થયેલી આધેડની હત્યાનો ભેદ સાવલી પોલીસે ઉકેલી લીધો છે. તપાસમાં સામે આવ્યું છે કે બકરાં લૂંટવાના ઈરાદે એક સગીરે આધેડને લાકડીના ફટકા મારી હત્યા કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે સગીરે લૂંટેલા બકરાં વેચીને મળેલા પૈસાથી નવા કપડાં અને બૂટ ખરીદ્યા હતા તેમજ દમણ ફરવા જવાનું આયોજન કર્યું હતું.

ઘટના બાદ સાવલી પોલીસે તપાસ હાથ ધરી પુરાવાના આધારે સગીર સુધી પહોંચીને સમગ્ર મામલો ઉકેલી લીધો હતો. પોલીસે સગીર સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને લૂંટના સમગ્ર મામલે અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Comment

और पढ़ें