348 મોબાઈલ સહિત રૂ. 8.37 લાખનો મુદ્દામાલ જપ્ત; એક આરોપીની ધરપકડ, નેટવર્કની તપાસ શરૂ
સુરત: સુરતની લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી અને તેના રિસાયકલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી 348 મોબાઈલ ફોન, 350 મધરબોર્ડ, 2,304 સિમકાર્ડ, 327 મેમરી કાર્ડ અને 88 બેટરી સહિતનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચોરીના મોબાઈલને અલગ કરી તેના પાર્ટ્સનો ઉપયોગ તથા રિસાયકલિંગ કરવામાં આવતું હતું. પોલીસે હવે આ સમગ્ર નેટવર્કમાં સંકળાયેલા અન્ય લોકો, મોબાઈલ સપ્લાય ચેઇન અને ખરીદદારો અંગે તપાસ તેજ કરી છે.
લિંબાયત પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલના આધારે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.








