ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આગામી વનડે વર્લ્ડકપને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક વાતચીત દરમિયાન કોહલીએ જણાવ્યું કે 2027માં રમાનારો વર્લ્ડકપ તેની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડકપ હશે.
કોહલીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપમાં વિજેતા બનાવવા માટે તે પોતાની તમામ ક્ષમતા લગાવી દેશે. આગામી વનડે વર્લ્ડકપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન રમાવાનો છે.








