અગરતલાની જી.બી. હોસ્પિટલમાં મૃતદેહ ખસેડાયો; ઘટનાના કારણોની તપાસ શરૂ
અગરતલા: ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનકરનું પોલીસ હેડક્વાર્ટર ખાતે મૃતદેહ મળતાં સમગ્ર પોલીસ તંત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના પોલીસ હેડક્વાર્ટર પરિસરમાં બની હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. બાદમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને જરૂરી તબીબી પ્રક્રિયા માટે અગરતલાની જી.બી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રાથમિક માહિતીના આધારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
ये भी पढ़ें








