રોકાણના નામે સોશિયલ મીડિયા ઠગાઈ પર SEBIનો સકંજો

Google-Meta સાથે વેરિફિકેશન સિસ્ટમ બનાવશે; ફેક નાણાકીય સલાહકારોની ઓળખ થશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર રોકાણના નામે લોકોને ગેરમાર્ગે દોરતા નાણાકીય ઈન્ફ્લુએન્સર્સ સામે SEBIએ કડક કાર્યવાહી માટે નવી વ્યવસ્થા તૈયાર કરવાની શરૂઆત કરી છે.

SEBI, Google અને Meta સાથે મળીને એવી સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે, જેના દ્વારા રોકાણ સંબંધિત જાહેરાત આપનાર વ્યક્તિ કે સંસ્થાનું SEBI રજિસ્ટ્રેશન સીધું ચકાસી શકાશે.

Meta પર આ વેરિફિકેશન વ્યવસ્થા લાગુ થઈ ગઈ છે, જ્યારે Google સાથે અમલીકરણ અંગે ચર્ચા ચાલી રહી છે. રજિસ્ટર્ડ નાણાકીય મધ્યસ્થોની વિગતો SEBIના સત્તાવાર રેકોર્ડ સાથે જોડવામાં આવશે.

રોકાણકારોને સાચા અને નિયમન હેઠળના નાણાકીય સલાહકાર ઓળખવામાં મદદ મળે તે માટે વેરિફિકેશન ટિક અથવા વિશેષ લેબલ આપવાની યોજના પર પણ વિચાર થઈ રહ્યો છે.

આ ઉપરાંત ભ્રામક નાણાકીય કન્ટેન્ટ શોધવા માટે SEBI AI આધારિત સર્વેલન્સ સિસ્ટમને પણ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

Leave a Comment