6 મહિનામાં 3,323 ભારતીયો દેશનિકાલ, 7,669 સામે કાર્યવાહી હજુ બાકી
નવી દિલ્હી: કેનેડામાંથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશનમાં મોટો ઉછાળો નોંધાયો છે. 2026ના પ્રથમ છ મહિનામાં 3,323 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ આંકડો 2025ના સમગ્ર વર્ષ દરમિયાન ડિપોર્ટ થયેલા 3,779 ભારતીયોના 88 ટકા જેટલો છે.
કેનેડા બોર્ડર સર્વિસિસ એજન્સી (CBSA)ના ડેટા મુજબ, આ વર્ષે ભારતીયો ડિપોર્ટેશનમાં મેક્સિકોને પાછળ છોડીને સૌથી આગળ છે. મેક્સિકોના 1,573 નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
ડિપોર્ટેશન પાછળ મુખ્ય કારણોમાં વિઝા ઓવરસ્ટે, ઇમિગ્રેશન નિયમોનો ભંગ, વિઝા અરજીમાં ગેરરીતિ અને શરણાર્થી અરજી નામંજૂર થવી સામેલ છે.
CBSAની ‘Removal in Progress’ યાદીમાં હજુ 7,669 ભારતીયો સામેલ છે. એટલે આગામી મહિનાઓમાં પણ ડિપોર્ટેશનનો આંકડો વધવાની શક્યતા છે.
કેનેડામાંથી ડિપોર્ટ થયા બાદ ભવિષ્યમાં પ્રવેશ પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. તેથી કેનેડા જવા ઈચ્છતા ભારતીયો માટે વિઝા નિયમોનું ચુસ્ત પાલન કરવું જરૂરી બન્યું છે.








