RBIએ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, હાલ EMIમાં રાહત નહીં

વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારીના જોખમ વચ્ચે નિર્ણય; FD રોકાણકારો માટે રાહતના સમાચાર

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ સતત ચર્ચા બાદ રેપો રેટ 5.25 ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી હાલ હોમ લોન, વાહન લોન અને અન્ય ફ્લોટિંગ રેટ લોનની EMIમાં કોઈ ઘટાડો નહીં થાય.

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના વધઘટતા ભાવ અને મોંઘવારીના સંભવિત દબાણને ધ્યાનમાં રાખીને હાલ વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય બેંકનું માનવું છે કે આ સમયે રેપો રેટ ઘટાડવાથી ફુગાવો ફરી વધી શકે છે.

જોકે, બચતકર્તાઓ માટે આ નિર્ણય સકારાત્મક માનવામાં આવી રહ્યો છે. બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતા વ્યાજદરમાં તાત્કાલિક ઘટાડો થવાની શક્યતા નહીં હોવાથી હાલના રોકાણકારોને વર્તમાન વ્યાજદરનો લાભ મળતો રહેશે.

RBIના આ નિર્ણયથી એક તરફ લોનધારકોને EMIમાં રાહત માટે હજુ રાહ જોવી પડશે, તો બીજી તરફ FDમાં રોકાણ કરનારાઓને હાલના વ્યાજદર યથાવત્ રહેવાનો લાભ મળશે.

Leave a Comment