આસામ-કેરળમાં વરસાદી આફત યથાવત: પૂર અને ભૂસ્ખલનમાં 102નાં મોત, લાખો લોકો પ્રભાવિત

આસામમાં મૃત્યુઆંક 87 પર પહોંચ્યો, કેરળમાં 15નાં મોત; રાહત અને બચાવ કામગીરી તેજ

ગૌહાટી/તિરુવનંતપુરમ: ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં આસામ અને કેરળમાં વરસાદી આફત યથાવત છે. બંને રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધી 102 લોકોનાં મોત નોંધાયા છે.

આસામમાં વધુ બે લોકોનાં મોત થતાં મૃત્યુઆંક 87 પર પહોંચ્યો છે. રાજ્યના સાત જિલ્લાઓમાં 1.28 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સૌથી વધુ અસરગ્રસ્ત 75 હજારથી વધુ પરિવારો માટે આશરે રૂ.160 કરોડની વચગાળાની રાહત જાહેર કરી છે. ગંભીર રીતે નુકસાન પામેલા પરિવારોને પ્રથમ તબક્કે રૂ.15 હજારની સહાય આપવામાં આવી રહી છે.

બીજી તરફ, કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 15 લોકોનાં મોત થયા છે. મુખ્યમંત્રી વી.ડી. સતીસનએ જણાવ્યું કે રાજ્યમાં આશરે 165 હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે 3,596 ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે.

રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાનના વળતરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે બંને રાજ્યોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.

Leave a Comment

और पढ़ें