અંજાર: કચ્છના અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી સામે સફળ કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા છે.
દરોડા દરમિયાન પોલીસે બલેનો કાર, બે જ્યુપીટર સહિત કુલ રૂ.4.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ये भी पढ़ें
અંજાર પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ દારૂના સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરી છે.








