અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ: 8ના મોત, 10 ગંભીર રીતે દાઝ્યા

ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાથી અરેરાટી; ફાયર, પોલીસ અને 108ની ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આગ લાગતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 ઇમરજન્સી સેવાની અનેક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.

ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે કાટમાળમાં અન્ય કોઈ ફસાયેલું તો નથી ને તેની પણ તપાસ ચાલી રહી છે.

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગના કારણ અંગે ફાયર વિભાગ તથા સંબંધિત એજન્સીઓ તપાસ કરી રહી છે.

દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Leave a Comment

और पढ़ें