રાજકોટ: રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર કોરાટ ચોક નજીક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોનો બુકડો બોલી ગયો.
અકસ્માતમાં કાર ચાલક અને રિક્ષા ચાલક બંને ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક રાહત ટીમ સ્થળ પર પહોંચી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
અકસ્માતને કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પોલીસે ઘટનાની નોંધ લઈ અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.








