ઓગસ્ટમાં GST કલેક્શન રૂ.1,99,853 કરોડ, વાર્ષિક ધોરણે 14.08%નો વધારો

દેશમાં તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં ઓગસ્ટ મહિનામાં ગ્રાહકોની ખરીદીમાં મંદી જોવા મળતા માસિક GST કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, વાર્ષિક ધોરણે GST આવકમાં 14.08 ટકાનો વધારો થયો છે. ઓગસ્ટ 2026માં દેશનું કુલ GST કલેક્શન રૂ.1,99,853 કરોડ નોંધાયું છે. જુલાઈ 2026માં GST કલેક્શન આશરે રૂ.2.11 લાખ કરોડ રહ્યું હતું.

GST આવકમાં વાર્ષિક વધારો મુખ્યત્વે આયાતી GSTમાં થયેલા વધારાને કારણે થયો છે. ઓગસ્ટમાં આયાતી GST કલેક્શન 29 ટકા વધીને રૂ.62,604 કરોડ થયું છે. જ્યારે દેશમાં થતી સ્થાનિક લેવડદેવડમાંથી GST કલેક્શનમાં 9.03 ટકાનો વધારો નોંધાયો છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં સ્થાનિક GST કલેક્શન રૂ.1,25,570 કરોડ હતું, જે આ વર્ષે વધીને રૂ.1,37,249 કરોડ થયું છે. બીજી તરફ, ઓગસ્ટ મહિનામાં GST રિફંડ રૂ.31,795 કરોડ રહ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં રિફંડનો આંકડો રૂ.18,935 કરોડ હતો.

રિફંડમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં ઓગસ્ટનું નેટ GST કલેક્શન રૂ.1,68,057 કરોડ રહ્યું છે. ગયા વર્ષે આ આંકડો રૂ.1,55,181 કરોડ હતો. આમ, નેટ GST આવકમાં પણ વધારો નોંધાયો છે.

આયાત સંબંધિત GSTમાં રૂ.13,305 કરોડનો ફાળો નોંધાયો છે. સાથે જ કસ્ટમ્સ સંબંધિત GST આવકમાં 22.03 ટકાનો વધારો થયો છે.

તહેવારો દરમિયાન ખરીદીમાં વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની ખરીદી વધતા આગામી મહિનાઓમાં GST કલેક્શનમાં ફરીથી મોટો ઉછાળો જોવા મળે તેવી શક્યતા છે.

Leave a Comment

और पढ़ें