કુરાલ ચોકડી પાસે અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
વડોદરા: પાદરા-જંબુસર હાઈવે પર કુરાલ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકની પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા.
અકસ્મતની જાણ થતાં વડુ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી મૃતદેહ બહાર કાઢી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્મત બાદ કુરાલ ચોકડી આસપાસ ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.
વડુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.








