વિદેશમંત્રી એસ. જયશંકર આજે-કાલે રશિયાના પ્રવાસે

ભારત-રશિયા સંબંધોને નવી દિશા આપવા કવાયત : વેપારથી વૈશ્વિક મુદ્દાઓ સુધી થશે મંત્રણા

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર 23 અને 24 ઓગસ્ટે રશિયાની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સહયોગ ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે.

= રશિયાના પ્રથમ ઉપપ્રધાનમંત્રી સાથે બેઠક

મોસ્કોમાં જયશંકર રશિયાના પ્રથમ ઉપપ્રધાનમંત્રી ડેનિસ મંતુરોવ સાથે ભારત-રશિયા આંતર-સરકારી કમિશન (IRIGC-TEC)ના 27મા સત્રની સહ-અધ્યક્ષતા કરશે.

બેઠકમાં વેપાર, આર્થિક સહયોગ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવશે.

= લાવરોવ સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા

પ્રવાસ દરમિયાન જયશંકર રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પણ મુલાકાત કરશે. બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક પરિસ્થિતિ તથા વિવિધ વૈશ્વિક મુદ્દાઓ અંગે વિચારોનું આદાન-પ્રદાન થશે.

= SCO, BRICS અને G20માં સહયોગ પણ ચર્ચાશે

જયશંકરની અગાઉની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશોએ SCO, BRICS અને G20 સહિતના બહુપક્ષીય મંચો પર સહયોગ અંગે ચર્ચા કરી હતી.

આગામી મુલાકાતમાં પણ દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત આ મંચો પર પરસ્પર સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.

જયશંકરની રશિયા મુલાકાતને ભારત-રશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

Leave a Comment