સૌરાષ્ટ્રમાં 1થી 3 ઓગસ્ટ ફરી મેઘમહેર: ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની આગાહી

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય; 7 જિલ્લામાં ઓરેન્જ અને 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા સપ્તાહે પડેલા ભારે વરસાદ બાદ હાલ વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક નવા વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. 31 જુલાઈથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અને 1થી 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપક વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. તેની અસરથી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિ ફરી તેજ બનશે.

આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અધિકારી અતુલકુમાર સિંહના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફ ફરી ઉત્તર તરફ સક્રિય બનતાં અને ડીપ ડિપ્રેશનની અસરને કારણે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.

હવામાન વિભાગે લોકોને સત્તાવાર આગાહીઓ પર નજર રાખવા તેમજ ભારે વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

Leave a Comment

और पढ़ें