ન્યૂઝીલેન્ડ એ સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં ભારત એના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ માત્ર એક રનથી બેવડી સદી ચૂકી ગયો હતો. પડિક્કલે 248 બોલમાં 24 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 199 રન બનાવ્યા હતા. જોકે, લેગ સાઈડ તરફ જતા બોલ પર વિકેટકીપરના હાથમાં કેચ આપ્યાની અપીલ બાદ અમ્પાયરે તેને આઉટ જાહેર કરતાં વિવાદ સર્જાયો હતો.
પડિક્કલને આશ્ચર્ય થયું હતું, કારણ કે બોલ તેના બેટને લાગ્યો ન હોવાનો દાવો હતો. આ શ્રેણીમાં DRSની સુવિધા ન હોવાથી તે અમ્પાયરના નિર્ણયને પડકારી શક્યો નહોતો.
પ્રથમ દાવમાં માત્ર 113 રનમાં સમેટાયેલી ભારત એની ટીમે બીજી ઇનિંગમાં પડિક્કલ અને સાઈ સુદર્શનની 215 રનની ભાગીદારીથી જોરદાર વાપસી કરી હતી. સુદર્શને 91 રન બનાવ્યા હતા, જ્યારે પડિક્કલે યશ રાઠોડ સાથે પાંચમી વિકેટ માટે 142 રનની ભાગીદારી નોંધાવી હતી.
પડિક્કલની આ શાનદાર ઇનિંગે ટીમ ઇન્ડિયામાં વાપસી માટે તેનો દાવો વધુ મજબૂત કર્યો છે, જોકે બેવડી સદીથી માત્ર એક રન દૂર રહી જવાની નિરાશા ચોક્કસ રહેશે.









