તહેવારોની સિઝન શરૂ થતાં સોના-ચાંદીના ભાવ પર સૌની નજર છે. નિષ્ણાતોના અંદાજ મુજબ નવરાત્રિથી દિવાળી સુધી માંગ વધવા સાથે સોના-ચાંદીમાં તેજી જોવા મળી શકે છે.
ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સોનાનો ભાવ ફરી ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામને પાર જઈ શકે છે, જ્યારે ચાંદીનો ભાવ ₹2.50 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. ટૂંકા ગાળે ભાવમાં ઉતાર-ચઢાવ રહેવા છતાં લાંબા ગાળાનો ટ્રેન્ડ તેજીનો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
સોનાના ભાવ માટે ડોલર ઇન્ડેક્સ, અમેરિકી વ્યાજદર અને રૂપિયાની સ્થિતિ મહત્વના પરિબળો રહેશે. ડોલર નબળો પડે અને રૂપિયો વધુ નબળો થાય તો ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવને વધુ ટેકો મળી શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત $4,700થી $4,800 પ્રતિ ઔંસ સુધી પહોંચે અને સાથે રૂપિયો નબળો પડે તો સ્થાનિક બજારમાં ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.








